અ
અક્કરમીનો પડીઓ કાંણો
અક્કલ ઉધાર ન મળે
અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
અચ્છોવાના કરવાં
અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
અડું લસણની કરો કઢી, સાથે રોટલા ખાવ ચઢી.
અત્તરના કુંડાં ન ભરાય
અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
અને ન ખાય તે પણ પસ્તાય
અન્ન અને દાંતને વેર
અન્ન એવો ઓડકાર.
અન્ન તેવું મન; પાણી તેવી વાણી.
અન્ન તેવો ઓડકાર
અન્ન પારકું છે પણ, પેટ કઈ પારકું નથી.
અફીણ, ગાંજો અને ચરસ, જીવતર માટે નથી સરસ.
અભણ આંધળું એક ગણાય, બહેરાથી બહેરું કુટાય.
અમદાવાદી હરામજાદી, ખંભાતી ગોજારી, વડોદરાની વાકી નાર, સુરતની બલિહારી
અલ્પાહાર એ હંમેશનો અપવાસ છે.
અલ્પાહારી સદા સુખી
અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
અવળે અસ્ત્રે મૂંડી નાખવો
અંગૂઠો બતાવવો
અંજળ પાણી ખૂટવા
અંધારામાં તીર ચલાવવું
અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
અંબાડીએ બેસીને છાણાં ન વિણાય
