આ

bookmark

આકાશ પાતાળ એક કરવા

આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ

આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ

આજ રોકડા, કાલ ઉધાર

આજની ઘડી અને કાલનો દી

આતો કઠલાલ ગામ વારે તો વહાણ નહીતર પથ્થર પહાણ

આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ

આદુ ખાઈને પાછળ પડી જવું

આદું, લીંબુ ને આમળાં, ખાતો મારો શામળો.

આધી રોટી ખાના મગર કઠોલ મત જાના

આપ ભલા તો જગ ભલા

આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા

આપ મુવા વિના સ્વર્ગે ન જવાય

આપ સમાન બળ નહિ

આપ સમું ના કોઈ બળ, મેધ સમું ના કોઈ જળ.

આપણી તે લાપસી અને બીજાની તે કુસકી

આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા

આફતનું પડીકું

આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો

આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય

આમલી પીપળી બતાવવી

આરંભે શૂરા

આલાનો ભાઈ માલો

આલિયાની ટોપી માલિયાને માથે

આવ પાણા પગ ઉપર પડ

આવ બલા પકડ ગલા

આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ

આવી ભરાણાં

આવી મહીને ચિંતા ગઈ, ઉતર્યા મહીને ચિંતા ગઈ

આવ્યા’તા મળવા ને બેસાડ્યા દળવા

આળસુનો પીર

આંકડે મધ ભાળી જવું

આંકલાવના ઊંડા કૂવા

આંખ આડા કાન કરવા

આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.

આંખે પાણી, દાંતે લુણ; પેટ ના ભરીએ ચારે ખૂણ.

આંગળા ચાટ્યે પેટ ન ભરાય

આંગળી ચિંધવાનું પુણ્ય

આંગળી દેતાં પહોંચો પકડે

આંગળીના વેઢે ગણાય એટલાં

આંતરડી કકળાવવી/દૂભવવી

આંતરડી ઠારવી

આંતરોલીનો દળ કઠણ

આંધળામાં કાણો રાજા

આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા

આંધળી દળે ને કૂતરા ખાય

આંધળે બહેરું કૂટાય

આંધળો ઓકે સોને રોકે