ત
તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.
તમાચો મારી ગાલ લાલ રાખવો
તમ્બાકુથી ટીબી થાય, હાંફ ચઢે ને મરતો જાય.
તલપાપડ થવું
તલમાં તેલ નથી
તલવારની ધાર ઉપર ચાલવું
તાજું ખાય, વખતસર સૂએ તેનો રોગ સીમાડે રુએ.
તારા જેવા તાંબિયાના તેર મળે છે
તારા બાપનું કપાળ
તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
તાલમેલ ને તાશેરો
તીસમારખાં
તુંબડીમાં કાંકરા
તે પાણીએ જ ચડાવાય
તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
તેરે માંગન બહોત, તો મેરે ભૂપ અનેક
તોબા પોકારવી
તોળી તોળીને બોલવું
ત્રાગું કરવું
