દ
દરદ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.
દહેગામના દાવડા, રોજ મેલે તાવડા
દળી, દળીને ઢાંકણીમાં
દાઝ્યા પર ડામ
દાણો દબાવી/ચાંપી જોવો
દાધારિંગો
દાનત ખોરા ટોપરા જેવી
દારૂ, બીડી, હુક્કો ને ચલમ, થાય ટીબી ને ફૂટે કરમ.
દાળમાં કાળું
દાંત કાઢવા
દાંત ખાટા કરી નાખવા
દાંતે તરણું પકડવું
દી ભરાઈ ગયા છે
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીવા તળે અંધારું
દુ:ખનું ઓસડ દહાડા
દુધ પૌવાને ખીચડી ને ઉપર ખાધું દહીં, તાવે સંદેશોમોકલ્યો, જો ખાટલો પાથર્યો કે નહિ.
દૂધ પાઈને સાપ ઉછેરવો
દૂધ સાકાર ને એલચી, વરીયાળી ને દ્રાક્ષ, જો કંઠ નો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ.
દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ, જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
દે દામોદર દાળમાં પાણી
દેખવું નહિ અને દાઝવું નહિ
દોડવું હતું ને ઢાળ મળ્યો
દોરડી બળે પણ વળ ન છૂટે
