પાના નં. 5

પાના નં. 5

bookmark

બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો. સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો, પરંતુ મૂર્ખ અને બુરો માનવી તો ગમે ત્યારે તમને દગો દઈ શકે છે, એનો ભરોશો રખાય જ નહિ.

સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે છે.

ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.

સમુદ્રની તુલનામાં ધીરગંભીર વિદ્વાન માનવી જ શ્રેષ્ઠ છે. સમુદ્ર તોફાન આવતા પોતાનું સંતુલન, ધીરજ ખોઈ બેસે છે પરંતુ વિદ્વાન અને બુદ્ધિશાળી માનવી મોટામાં મોટા સંકટ સમયે પણ પોતાની ધીરજ નથી ગુમાવતો. કપરા સમયે તે પોતાની મર્યાદા ભંગ થવા દેતો નથી.

મુર્ખ માનવી પશુ સમાન હોય છે. એને સારા - નરસાની જાણ નથી હોતી. બુદ્ધિશાળી માણસો તેમની ગણના પશુઓમાં કરે છે.

અ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે.
ગુણવાન, જ્ઞાની, વિદ્વાન પુત્ર જો માત્ર એક જ હોય તો પણ આખા કુળનું નામ ઉજાળે છે. એના કારણે જ લોકો તે કુળને સારું કહેવા લાગે છે.

એ બુદ્ધિહીન, ચરિત્રહીન, અને બગડી ગયેલો પુત્ર આખા વંશને કલંકિત કરી તેને નામોશીની, શરમની રાખમાં ફેરવી નાખે છે.

એક વિદ્વાન, જ્ઞાની જયારે માત્ર એક જ ભૂલ કરી બેસે તો એ જીવનભરનો આદર ખોઈ બેસે છે.

માનવ તરીકે જન્મ પામી જો કોઈ માનવી ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાથી કોઈ એકને પણ પામવાનો પ્રયત્ન નથી કરતો તેનો માનવ જન્મ વ્યર્થ છે.