મ

bookmark

મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદુ.

મગ જે પાણીએ ચડતા હોય

મગ, મગફળી, દૂધ ને ભાજી, શરીર સારું ને આંખો તાજી.

મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય

મન ચંગા તો કથરોટમેં ગંગા.

મનમાં પરણવું ને મનમાં રાંડવું

મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા

મરતાને સૌ મારે

મહેતો મારે ય નહિ, અને ભણાવે ય નહિ

મળે તો ઈદ, ન મળે તો રોજા

મા કરતાં માસી વહાલી લાગે

મા તે મા, બીજા બધા વગડાના વા

મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી

માણસ માત્ર ભૂલને પાત્ર

માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે

માન ન માન મૈં તેરા મહેમાન

મારીને ભાગી જવું, ખાઈને સૂઈ જવું.

મારે મીર ને ફૂલાય પીંજારો

માંગ્યા વિના મા પણ ન પીરસે

મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે

મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી

મિયાં મહાદેવનો મેળ કેમ મળે

મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી

મીઠા ઝાડના મૂળ ન ખવાય

મીઠું ને ખાંડ, ધોળા ઝેર, ઓછા ખાવ તો થશે લહેર.

મુખમેં રામ, બગલમેં છૂરી

મુલ્લાની દોડ મસીદ સુધી

મૂઈ ભેંશના ડોળા મોટા

મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય

મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો

મૂરખના ગાડાં ન ભરાય

મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં

મેલ કરવત મોચીના મોચી

મોઢું જોઈને ચાંદલો કરાય

મોર ના ઈંડા ચીતરવા ના પડે

મોસાળમાં જમણ અને મા પીરસનાર