વ

bookmark

વઢકણી વહુ ને દીકરો જણ્યો

વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો

વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી

વરસના વચલા દહાડે

વહેતા પાણી નિર્મળા

વહેમનું કોઈ ઓસડ નથી

વહોરાવાળું નાડું પકડી ન રખાય

વા વાતને લઈ જાય

વાઘ પર સવારી કરવી સહેલી છે

વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે

વાડ વિના વેલો ન ચડે

વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી

વાણિયો રીઝે તો તાળી આપે

વારા ફરથી વારો અને મારા પછી તારો

વાર્યા ન વળે તે હાર્યા વળે

વાવે તેવું લણે.

વાવો તેવું લણો, કરો તેવું પામો

વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે

વાંદરા ને સીડી ના અપાય

વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે

વિદ્યા વિનયથી શોભે

વિનાશકાળે વિપરીત બુદ્ધિ