ઘ
ઘઉંની કણક જેમ કેળવો તેમ કેળવાય.
ઘડો-લાડવો કરી નાખવો
ઘણીય ભૂખ લાગે પણતેથી કઈ બે હાથે ખવાય?
ઘર ફૂટે ઘર જાય
ઘર બાળીને તીરથ ન કરાય
ઘરડા ગાડા વાળે
ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
ઘરની ધોરાજી ચલાવવી
ઘરમાં વાઘ બહાર બકરી
ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
ઘરે ધોળો હાથી બાંઘવો
ઘા પર મીઠું ભભરાવવું
ઘા રૂઝાઇ જાય, પણ નિશાન તો રહી જાય
ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
ઘી ઢોળાયું તો ખીચડીમાં
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
ઘેર ઘેર માટીના ચૂલા
ઘેર દુજણું ને લૂખું ખાય, એવો કોણ મૂરખ રાય?
ઘોડે ચડીને આવવું
ઘોરખોદિયો
ઘોંસ પરોણો કરવો
