જ
જખ મારે જાખલા વળી હવે શેરડીના શા ભાર
જખ મારે જીટોડિયા વાળી
જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
જનોઈવઢ ઘા
જમાઈ એટલે દશમો ગ્રહ
જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.
જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
જશને બદલે જોડા
જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
જાગ્યા ત્યારથી સવાર.
જાગ્યા ત્યાંથી સવાર
જાજા હાથ રળિયામણા
જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
જાતે પગ પર કુહાડો મારવો
જામી જાય જોળીયો ને માર ખાય મહેરાયો
જાય બચી લાખો પાય.
જીભ આપવી
જીભ કચરવી
જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
જીવ ઝાલ્યો રહેતો નથી
જીવતા જગતિયું કરવું
જીવવું થોડું ને જંજાળ ઝાઝી
જીવો અને જીવવા દો
જે બહુ ગળ્યું ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય.
જે ખાય ભાજી એની આંખો રહે તાજી. જે ખાય મગ, તેની આંખો રહે ઝગમગ.
જે ચડે તે પડે
જે જન્મ્યું તે જાય
જે ફરે તે ચરે
જે સૌનું થશે તે વહુનું થશે
જેટલા ભોગ તેટલા રોગ.
જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
જેના લગન હોય તેના જ ગીત ગવાય
જેના હાથમાં તેના મોંમા
જેનું ખાય તેનું ખોદે
જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય.
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
જેવું ખાય અન્ન, તેવું થાય મન; જેવું પીએ પાણી, તેવી થાય વાણી.
જોશીના પાટલે ને વૈદ ના ખાટલે.
જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ.
