પાના નં. 12

પાના નં. 12

bookmark

કોઈ પાપી રાજાના દેશમાં રહેવા કરતા કોઈ અન્ય દેશમાં જઈને રહેવું સારું છે. પાપી, સ્વાર્થી, દગાબાજ, મિત્રો કરતા બહેતર એ જ છે  કે મિત્રો જ ન હોય.

ચરિત્રહીન, કુલટા પત્ની કરતા કુંવારા રહેવું ઉત્તમ છે. ચરિત્રહીન પત્ની ઘરમાં હોય તો એ ઘરમાં કદાપી સુખશાંતિ નથી હોતા.

જ્યાંનો રાજા પાપી હોય ત્યાની પ્રજાને કદી સુખ નથી મળતું.

જો કોઈ દુષ્ટ વ્યક્તિને ગુરુ પોતાનો શિષ્ય બનાવી લેશે તો ગુરુને શાંતિ નહિ મળે, અને તેને બદનામી થશે.

દરેક બુદ્ધિમાન વ્યક્તિએ મરઘાથી ચાર ગુણો શીખવા જોઈએ. જેમકે, સવારે વહેલા ઊઠી જવું, યુદ્ધ માટે કાયરતા ન  દાખવવી, કોઈ પણ ખવાની વસ્તુ લાવે તો પરિવાર સાથે વહેંચીને ખાવી અને પોતાની પત્નીને વફાદાર રહેવું. આ ચાર ગુણો અપનાવી જીવનારો માનવી ક્યારેય અસફળ નથી બનતો.
સારી રીતે લાભદાયક વાત જ્યાંથી પણ મળે, માણસે શીખી લેવી જોઈએ.

માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે, લુચ્ચાઈમાં તે મોખરે છે, ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે, તે કદી પણ આળસુ નથી બનતો અને કદી કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.

માનવીએ કુતરાથી પાંચ ગુણો શીખવા જોઈએ. વધારે ભૂખ હોવા છતાં જેટલું મળે તેટલું ખાઈને સંતોષ માનવો, હંમેશા ગાઢ નિંદ્રા માણવી, ગાઢ નિંદ્રામાં હોવા છતાં હંમેશા સજાગ રહેવું, વફાદારી નિભાવવી, શત્રુ અને મિત્રની ઓળખાણ રાખવી. અને શત્રુ પર આક્રમણ કરવું.

જો માનવી સારા ગુણો સમજી અને અપનાવી લે તો એ માનવીને જીવનભર નિષ્ફળતા નહી મળે. આવા લોકો હંમેશા ઉન્નતિ કરતા રહેશે. ધન, લાભ, યશ, કીર્તિ, બધા એ માનવીને મળે છે.

બુદ્ધિમાન એવા માનવીને માનવામાં આવે છે જે ધીરજવાન હોય, સહનશીલ હોય, જે દુ:ખ આવવાથી રડે નહિ અને સુખ મળવાથી એકદમ ફુલાઈ જાય નહિ.

ધનનો નાશ થવાથી દરેક માનવીને પીડા થાય છે. કોઈ દુષ્ટના અપમાન કરવાથી માનસિક કષ્ટ થાય છે. પરંતુ બુદ્ધિમાન માનવી એ જ છે જે દુ:ખને, કષ્ટને, હૃદય પર ભારરૂપ બનવા નથી દેતો.