પાના નં. 15

પાના નં. 15

bookmark

માનવી માટે કેટલીક વસ્તુઓ અતિ આવશ્યક છે, જેમકે મીઠી વાણી બોલવી, વચનોનું પાલન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી.

તેમ જો ખરેખર સાચા માનવી બનવા માંગતા હોય તો, મહાન બનવા માંગતા હોય તો સૌથી પહેલા પોતાના હૃદયને શુદ્ધ કરો, કોઈનું પણ બુરું કરવાના વિચારો છોડી દો અને તેવા દરેક માનવીની મદદ કરો જે દુ:ખી છે, નિરાધાર છે, મજબુર છે. આજ સાચી માનવતા છે.

જેવી રીતે ફૂલોમાંથી સુગંધ આવે છે, તલમાંથી તેલ નીકળે છે, લાકડાને બાળવાથી આગ નીકળે છે, દૂધમાંથી ઘી અને માખણ નીકળે છે, શેરડીમાં રસ નીકળે છે અને તે રસથી ગોળ અને મોરસ બને છે. _આ બધી વસ્તુઓ કોઈને દેખાતી નથી પરંતુ તેની સત્યતાને નકારી પણ શકાય નહિ. આવી રીતે જ માનવીના શરીરની અંદર એક આત્મા વસેલો હોય છે જે આપણને દેખતો તો નથી પરંતુ તેને આપણે આપણી બુદ્ધિથી માનીએ છીએ.

આપણે આત્માના આ રહસ્યોને સમજીએ અને જાણી લઈએ. આપનું શરીર એક આત્મા છે. એની અંદર આત્મા એવી રીતે સમાયેલ છે જેવી રીતે તાલમાં તેલ, ફૂલોમાં સુગંધ.

મુર્ખ શિષ્યને ઉપદેશ આપવો. ચરિત્રહીન કન્યા અને સ્ત્રીનું ભરણ-પોષણ કરવું. દુ:ખી લોકો સાથે ઉઠવું-બેસવું. _ આ બધી વાતોથી બુદ્ધિમાન માણસો દુ:ખી થાય છે. આવા લોકો સાથે સુખી માણસો પણ બેસે તો દુ:ખી થઇ જાય છે.

ઘુવડ દિવસે જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો શો વાંક છે ? કદીનના ઝાડ ઉપર પાંદડા તેમજ ફૂલ નથી ખીલતા તેમાં વસંતનો શો વાંક છે ? ચાતકના મોંમાં વર્ષાનું એક ટીપું નથી પડતું તેમાં વાદળનો શો વાંક છે ? આ બધું ભાગ્યને આભારી છે, વિધાતાની દેણ છે.

ભોજન કરતી વખતે માનવીએ હંમેશા મૌન રહેવું જોઈએ. ચુપચાપ ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયી માનવામાં આવે છે.

સેવાનો અવસર આવતા સેવકની સેવાની જાણ થાય છે. દુ:ખ આવે ત્યારે સગા-સંબંધીઓના પ્રેમની જાણ થાય છે. સંકટની ઘડીએ મિત્રની મિત્રતાની જાણ થાય છે. નિર્ધન બની જતા પત્નીના પ્રેમની જાણ થાય છે.

નદી, શસ્ત્રધારી, લાંબા નહોર, શીંગડાવાળા પશુ, સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે. નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે. લાંબા નહોરવાળા પશુ, શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે. સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે. તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે. એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે. _ આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.

ઉમદા, સ્વાદિષ્ટ ભોજન પચાવવાની શક્તિ, સુંદર પત્ની અને દાન આપવાની ક્ષમતા, આ બધી સાધારણ વાતો નથી. આ વસ્તુઓ પામવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.

દરેક પર્વતના ગર્ભમાં હીરા નથી હોતા. દરેક હાથીના મસ્તકમાં મણી નથી હોતા. બધી જગ્યાએ સારા માણસો નથી મળતા. દરેક જંગલમાં ચંદનના ઝાડ નથી હોતા. દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી.