પાના નં. 25

પાના નં. 25

bookmark

બળવાન કોણ છે? આવડા મોટા હાથીને એક નાનકડી કીડી મારી નાખે છે. નાનકડો દીવડો કાળા ડીબાંગ અંધકારની છાતી ચીરી નાખે છે. વાવાઝોડું મોટા મોટા તોતીંગ વૃક્ષોને જડથી ઉખાડી ફેંકી દે છે. તમે જ વિચારો શું કીડી હાથી સમાન છે? શું દીવડો અંધકારથી મોટો હોય છે? શું તુફાન તોતીંગ વૃક્ષોથી મોટું હોય છે? આ બધા નાના હોય છે.

શક્તિશાળી, બળવાન દુષ્ટ માનવીને તમે પોપટની જેમ રટણ કરાવો પરંતુ તેઓ ન તો કશું શીખી શકે છે ન તો પોતાની દુષ્ટતાને છોડી શકે છે, કારણ કે દરેક માનવીનો પોતાનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે જે ક્યારેય બદલાતો નથી. 

જયારે કોઈ વસ્તુના ગુણોની જાણ નથી થતી ત્યારે તેની બુરાઈ થવા લાગે છે. ભીલડી હાથીની કિંમત નથી જાણતી એટલે તેની બુરાઈ કરી પોતાના હૃદયને ટાઢક પહોચાડે છે. શિયાળ દ્રાક્ષના ઝુમખા સુધી નથી પહોંચી શકતું ત્યારે એ કહી દે છે કે આ દ્રાક્ષ ખાટી છે, હું તો મીઠી દ્રાક્ષ જ ખાઉં છું. 

જે પાખંડી હોય છે તે બીજાનું કામ બગાડી મુકે છે. ધનવાન માનવી જયારે ધનનો દુરુપયોગ કરે છે તો એ શરીરથી અને હૃદયથી પાપી બની જાય છે. બિલાડી પણ આવા જ સ્વભાવની હોય છે.
 
જે લોકો પારકી સ્ત્રીને માતા સમાન, બીજાના ધનને માટી સમાન અને બધા જ માનવીઓને એક સમાન માને છે તે જ જ્ઞાની છે. 

જ્ઞાની પુરુષ એ જ છે જે ભોજનની કદી પણ ચિંતા નથી કરતો, કારણ કે જો પેટ ભરવાનું નામ જ જીવન હોય તો આ કામ શેરીમાં રખડતા કુતરા પણ કરી લે છે. 

ઉંમર વધતા શું રૂપ બદલાઈ જાય છે? ના પાકેલું દાડમ સમય જતાં વધારે મીઠું બની જાય છે. એવી જ રીતે લોહી પણ સમય જતાં પરિપક્વ અને પુષ્ટ બની જાય છે. 

સ્વભાવ જોઈ દેવતા, સજ્જન પુરુષ અને પિતા ખુશ થઇ જાય છે. ભાઈ-બાંધવો જલપાનથી, પંડિત પ્રિય વાણીથી અને દેવતાઓ પૂજાથી ખુશ થાય છે. માટે સ્વભાવનો પ્રભાવ દરેક માનવી ઉપર પડે છે. 

વૈરાગી લક્ષ્મીને એક તણખલાની જેમ સમજે છે, લક્ષ્મી ગમે તેટલી તેની પાસે આવે તે મોં ફેરવી આગળ વધી જાય છે. જેણે ઇન્દ્રિઓને જીતી લીધી હોય તેના માર્ગમાં સુંદરથી સુંદર સ્ત્રી આવે, તેને મોહજાળમાં ફસાવવાની કોશિશ કરે પરંતુ તે એવી જાળમાં ફસાતો નથી. 

ગાંડા માનવીઓ પત્થરના ટુકડાઓને રત્ન માની લે છે. અસલ રત્ન તો કેવળ અનાજ, પાણી અને જ્ઞાન હોય છે. એનાથી વધીને બીજું કોઈ રત્ન નથી. 

એકતામાં જ શક્તિ છે. વિખરાયેલા હજારો તણખલાને હાથી રગદોળી નાખે છે જયારે એ હજારો તણખલા ભેગા મળીને ઢાલ બની જાય તો હાથીને પણ વશમાં કરી લે.