ર

bookmark

રંગ ગયા પણ ઢંગ ન ગય

રાઈના પડ રાતે ગયા

રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા

રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી

રાત ગઈ અને વાત ગઈ

રાત થોડી ને વેશ ઝાઝા

રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.

રામ રાખે તેને કોણ ચાખે

રામનામ જપના પરાયા માલ અપના

રામબાણ વાગ્યા હોય તે જાણે

રાંડ્યા પછીનું ડહાપણ

રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું

રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.

રોગ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.

રોગ ને શત્રુ ઉગતા જ ડામવા.

રોજ મરે એને કોણ રોવે

રોટલા, કઠોળ, ફળ, અને ભાજી, રોજ ખાનારની તબિયત તાજી.

રોટલાથી કામ કે ટપટપથી

રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે