હ
હવા અજવાળા વિનાનું ઘર, તે રોગ ઉછેરવાનું દર.
હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
હસે તેનું ઘર વસે
હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
હાથ ના કર્યા હૈયે વાગ્યા
હાથમાં આવ્યું તે હથિયાર
હાથીની અંબાડીએ ચડી છાણાં ન વિણાય
હાર્યો જુગારી બમણું રમે
હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ મેલ.
હિંમતે મર્દા તો મદદે ખુદા
હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
