ક

bookmark

કજિયાનું મૂળ હાંસી ને રોગ નું મૂળ ખાંસી.

કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી

કડવું ઓસડ મા જ પાય

કડવો ઘૂંટડો ગળે ઊતારવો

કદી ના કરવી કોઈ ને આશ, પારકી આશ સદા નિરાશ.

કપડવંજમાં કપટી વસે, કઠણ વસે કઠલાલ, મહુધામાં તો ઉંધા વસે, ચોર વસે નડિયાદ

કપડા ગંદા, ધૂળમાં ન્હાય, ખસ, દાદર ને ગુમડા થાય.

કપડાં, રાબ, શેક ને આદું, શરદી કાઢવાનો મોટો જાદુ.

કપાસિયે કોઠી ફાટી ન જાય

કરમ કોડીના અને લખણ લખેશરીના

કરમસદની કોઠી, કાઠીયાવાડની ઘોડી ને પાલનની છોડી

કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી

કરો કંકુના

કરો તેવું પામો, વાવો તેવું લણો

કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા

કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું

કહે કુંજરાવ ને અથડાય આખડોલમાં

કાકા મટીને ભત્રીજા ન થવાય

કાકો પરણ્યો ને ફોઈ રાંડી

કાગડો દહીંથરું લઈ ગયો

કાગનું બેસવું ને ડાળનું પડવું

કાગનો વાઘ કરવો

કાચા કાનનો માણસ

કાચું કાપવું

કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે

કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ, કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે

કાણીસાનો કુંડ, દૂધિયું તળાવ ને ગંગલો કૂવો, જે ન નહાય તે જીવતો મૂવો

કાન છે કે કોડિયું?

કાન પકડવા

કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું

કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?

કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ

કાનાફૂંસી કરવી

કાનામાંતર વગરના ગામનો

કાને ખોતરી બહેરા થાવ, દાંતે ખોતરી બોખા થાવ.

કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ

કામ કામને શિખવે

કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે

કામના કૂડા ને વાતોના રૂડા

કારતક મહિને કણબી ડાહ્યો

કાળા અક્ષર ભેંશ બરાબર

કાળા માથાનો માનવી ધારે તે કરી શકે

કાંચિડાની જેમ રંગ બદલવા

કાંટો કાંટાને કાઢે

કીડી પર કટક ન ઊતારાય

કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી

કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.

કુતરાની પૂંછડી વાંકી ને વાંકી

કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ

કુલડીમાં ગોળ ભાંગવો

કુવામાં હોય તો હવાડા માં આવે

કુંન્ડુ કથરોટને હસે

કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં

કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે

કૂતરું કાઢતા બિલાડું પેઠું

કેટલી વીસે સો થાય તેની ખબર પડવી

કેસરિયા કરવા

કેળાં માંગે એલચી ને કેરી માંગે સુંઠ.

કોઈની સાડીબાર ન રાખે

કોઠી ધોયે કાદવ જ નીકળે

કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો

કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો

કોણીએ ગોળ ચોપડવો

કોણે કહ્યું’તું કે બેટા બાવળિયા પર ચડજો ?

કોથળામાં પાનશેરી રાખીને મારવો

કોથળામાંથી બિલાડું કાઢવું

કોના બાપની દિવાળી

કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે

કોલસાની દલાલીમાં કાળા હાથ

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?

ક્ષમા વીરનું ભૂષણ છે