ચ
ચકીબાઈ નાહી રહ્યાં
ચડાઉ ધનેડું
ચપટી મીઠાની તાણ
ચમડી તૂટે પણ દમડી ન છૂટે
ચરોતરની ચાર દિશા, તારું તમાકુને તુર, નરનારી દોનું ભલા, નીતરે નવલ નીર
ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
ચંગાના સૌ નાગા
ચા કરતા કિટલી ગરમ
ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
ચા બીડી ને દારૂ, ફૂટ્યું કરમ અમારું.
ચા, ભજીયા, હોટલ ને લોજ, માંદગી ખર્ચાની ઉતરે ફોજ.
ચાલતી ગાડીએ ચડી બેસવું
ચીભડાના ચોરને ફાંસીની સજા
ચીંથરે વીંટાળેલું રતન
ચુણેલ, ચકલાસી ને વળી ચાંગા, નામ દે એમનું તો, ભાંગી નાખે ટાંગા
ચેતતો નર સદા સુખી
ચોર કોટવાલને દંડે
ચોરની માને ભાંડ પરણે
ચોરની વાદે ચણા ઉપાડવા જવું
ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
ચોરને ઘેર ચોર પરોણો
ચોરનો ભાઈ ઘંટીચોર
ચોરી પર શીનાજોરી
ચોળીને ચીકણું કરવું
ચૌદમું રતન ચખાડવું
