પ
પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
પગ કુંડાળામાં પડી જવો
પગ ન ઊપડવો
પડતો બોલ ઝીલવો
પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
પડ્યા પર પાટું
પડ્યો પોદળો ધૂળ ઉપાડે
પઢાવેલો પોપટ
પણ નીચે ઉતરવું અઘરું છે
પણ રહે જ્યાં હતો ત્યાં જ
પત્તર ખાંડવી
પથ્થર ઉપર પાણી
પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
પવન પ્રમાણે સઢ ફેરવવો
પહેલું સુખ નીરોગી જાત; જેવો વિચાર એવી વાત.
પહેલો ઘા પરમેશ્વરનો
પહેલો સગો પાડોશી
પહોંચેલ માયા/બુટ્ટી
પંચ કહે તે પરમેશ્વર
પાકા ઘડે કાંઠા ન ચડે
પાઘડી ફેરવી નાખવી
પાટિયાં બેસી જવાં
પાટો બાઝવો
પાઠ ભણાવવો
પાણી ઉતારવું
પાણી ચડાવવું
પાણી દેખાડવું
પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
પાણી પીને ઘર પૂછવું
પાણી ફેરવવું
પાણી મા રહેવુ અને મગરમચ્છ સાથે વેર
પાણીચું આપવું
પાણીમાં બેસી જવું
પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
પાણીમાંથી પોરા કાઢવા
પાન-મસાલા ખાય કીમામ, મ્હોના રોગો થાય તમામ.
પાનો ચડાવવો
પાપડતોડ પહેલવાન
પાપી પેટનો સવાલ છે
પારકી આશ સદા નિરાશ
પારકી છઠ્ઠીનો જાગતલ
પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
પારકે પાદર પહોળા થવું
પારકે પૈસે દિવાળી
પારકે પૈસે પરમાનંદ
પારકે ભાણે લાડુ મોટો દેખાય
પાશેરામાં પહેલી પૂણી છે
પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
પાંચમાં પૂછાય તેવો
પાંચે ય આંગળી ઘીમાં
પાંચે ય આંગળીએ દેવ પૂજવા
પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
પીએ સિગારેટ શોખથી, મરે કેન્સરના મોત થી.
પીજ પલાણાને વસો, ઘસાય એટલું ઘસો
પીઠ પાછળ ઘા
પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
પુણ્ય પરવારી જવું
પુરાણ માંડવું
પેટ કરાવે વેઠ
પેટ છે કે પાતાળ ?
પેટ ને પૂછીને ખાવું, જીભને નહિ.
પેટછૂટી વાત કરવી
પેટમાં પેસીને પગ પહોળા કરવા
પેટમાં ફાળ પડવી
પેટિયું રળી લેવું
પેટે પાટા બાંધવા
પૈસા તો ડાબા હાથનો મેલ છે
પૈસાનું પાણી કરવું
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
પોચું ભાળી જવું
પોત પ્રકાશવું
પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
પોતાનો કક્કો જ ખરો કરવો
પોતિયા ઢીલા થઈ જવા
પોતિયું કાઢીને ઊભા રહેવું
પોથી માંહેના રીંગણા
પોદળામાં સાંઠો
પોપટીયું જ્ઞાન
પોપાબાઈનું રાજ
પોબારા ગણી જવા
પોલ ખૂલી ગઈ
પ્રસાદી ચખાડવી
