પાના નં. 19

પાના નં. 19

bookmark

જે લોકો જન્મ - મરણના બંધનોમાંથી મુક્ત બનવા માંગે છે, તેમણે કામ, ક્રોધ, લોભ, મોહને પોતાના માટે ઘાતક ઝેરથી પણ વધુ ઘાતક માનવું જોઈએ. છળ, કપટ, જુઠ, દગો, આ બધાને છોડી દેવા પડશે. તેના સ્થાને દયા, ધીરજ, દીન-દુ:ખી લોકોની સેવા, સત્યનું પાલન, જુઠથી ધ્રુણા તેમજ કામ-ક્રોધથી દુર રહેવું જોઈએ. આ બધાને જીવનનું સર્વ પ્રથમ કર્તવ્ય માની પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી સાચા હૃદયથી સત્યના માર્ગે ચાલવું પડશે, એજ સાચો કલ્યાણ માર્ગ છે.

જેવી રીતે વિષ વગરનો સાપ કોઈ નુકશાન નથી પહોંચાડી શકતો, એવી રીતે એ બ્રાહ્મણ, જેણે પોતાની વિદ્યાને વેચી દીધી હોય અર્થાત જે પોતાની વિદ્યા વેચીને ધન કમાઈ રહ્યો હોય, સમય આવ્યે જે શુદ્રનું અન્ન પણ ખાઈ લેતો હોય, તેની કર્મશક્તિ નસ્ટ થઇ જાય છે. તે પોતાના કોઈપણ યજમાનનું ભલું કરી શકતો નથી.

જેવી રીતે સાપનું હથિયાર તેનું વિષ છે, તેવી રીતે જ બ્રાહ્મણે પણ જાણી લેવું જોઈએ કે તેણે ભૂલથી પણ પોતાની વિદ્યાનો સોદો ન કરવો. જ્ઞાન જ તેની શક્તિ છે.

આ સંસારમાં કેટલાક જીવો એવા પણ છે જેમને ઊંઘમાંથી જગાડવામાં આપણને નુકશાન જ છે. આ વાત સાપ, રાજા, સિંહ, બાળક, કોઈ બીજાનો કુતરો, તેમજ ગાંડો માનવી વગેરેને લાગુ પડે છે. આમાંથી ગમે તે એકને પણ ઊંઘમાંથી જગાડશો તો નુકશાન તમને જ થશે.

વિદ્યાર્થી, શાહી નોકર, ભૂખ્યો મુસાફર, ડરથી ગભરાયેલો રસોઈયો, તથા ચોકીદાર ઊંઘી રહ્યા હોય તો તેમને જગાડવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહિ. કારણકે તેમનું કામ જાગવાથી જ થતું હોય છે.
વિદ્યાર્થી જો ઊંઘતો રહેશે તો એ પોતાની શિક્ષા પૂરી કરી શકશે નહિ. શાહી નોકર ઊંઘી રહ્યો હશે અને કદાચ રાજાને તેની જરૂર પડશે તો એને નોકરીથી હાથ ધોવા પડશે. 
ભૂખ્યો મુસાફર ઊંઘી રહ્યો હશે તો કોઈ તેને લુંટી લેશે તેવા ભયથી તે અડધો જાગતો હશે, તેને જગાડી ભોજન કરાવવું જ ઉત્તમ છે. ભયભીત રસોઈયાને જગાડી તેને ભયમુક્ત કરતા તે ઉત્તમ ભોજન બનાવશે. ચોકીદારનું ઊંઘવું તેની નોકરી માટે ખાતર સમાન છે.

સૃષ્ટિની રચનાથી લઈને આજ સુધી કોઈએ પણ બ્રહ્માજીને આ સલાહ નથી આપી કે : તે સુવર્ણને સુગંધિત બનાવી દે, શેરડીના ઝાડને ફળો આપે, ચંદનના ઝાડમાં ફૂલો ઉગાડી દે, વિદ્વાનને ધનવાન બનાવી દે, રાજાને લાંબુ આયુષ્ય આપે, કારણ કે બધા જાણે છે કે બ્રહ્માએ જે રચના કરી છે તે અકળ છે તેને કોઈ પામી શકવાનું નથી.

વિદ્વાનોના મત મુજબ બધી ઔષધીઓમાં અમૃત મુખ્ય છે. કારણ કે તેમાં બધા રોગોને દુર કરવાની શક્તિ હોય છે.

માનવજીવનના દરેક સુખમાં ભોજનનો મુખ્ય હાથ છે. કારણ કે આપણી ભૂખ ભાંગવાનું એકમાત્ર સાધન આ જ છે. ભૂખ્યો માનવી મોતને ભેટે છે.

આપણી બધી ઇન્દ્રિયોમાં મુખ્ય આપણી આંખો છે, કારણ કે દ્રષ્ટિ વિના તો આ આખું જગત એક કાળા અંધકાર સમાન છે.