સ
સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
સઘળા રસ જે નિત નિત ખાય, તે માનવ ના દરદી થાય.
સત્તા આગળ શાણપણ નકામું
સદાનો રમતારામ છે
સર સલામત તો પઘડિયાં બહોત
સંઘાણા ગામ ગંધાણા
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.
સીદીભાઈને સીદકાં વહાલાં
સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
સુતારનું મન બાવળિયે
સુરતનું જમણ ને કાશીનું મરણ
સુંઠ સંચળ ને કાચકો જે ખાય તેને ના આવે આંચકો.
સૂકા ભેગુ લીલું બળે
સૂળીનો ઘા સોયથી સર્યો
સેવા કરે તેને મેવા મળે
સો દવા ને એક હવા.
સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
સો વાર કાશી બરાબર એક વાર ચકલાસી
સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
સોળે સાન, વીસે વાન આવી તો આવી નહીતર ગદ્ધા સમાન
સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
